Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

બુનિયાદી શિક્ષણ

  • ઈ.સ.1939 માં વર્ધા મુકામે મારવાડી વિધાલય (હાલ નવભારત વિધાલય) ની રજત જયંતી પ્રસંગે તા. 22 23 ઓક્ટોબરે શ્રી મન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન યોજ્યું, આ સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનાં બીજ રોપ્યાં.
  • 1904 માં આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના થઈ શિક્ષણના પ્રયોગો ત્યાં પણ ગાંધીજીએ કર્યાં. 

સંકલ્પના : 

  • બુનિયાદી શિક્ષણ એટલે પાયાનું શિક્ષણ, તેના માટે અંગ્રેજી શબ્દ છે. Basic Education એટલે કે ખરી કેળવણી. 
  • તેમજ નઈ તાલીમ, પાયાની કેળવણી કે "વર્ધા શિક્ષણ યોજના" તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • Three H's - Hand (હાથ) Heart (હૃદય) Head (માથું) નું શિક્ષણ 

ગાંધીજીના મંતવ્ય અનુસાર 

  • કેળવણી એટલે બાળકનાં શરીર, મન અને આત્માના જે ઉત્તમ અંશો છે તેને બહાર લાવી તેનો વિકાસ કરવો.
  • ગાંધીજીના શબ્દો મુજબ : અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન માત્ર છે. બુનિયાદી કેળવણીમાં અક્ષરજ્ઞાનને કેળવણી માનવામાં આવતું નથી. 
  • બુનિયાદી કેળવણી અનુસાર, કેળવણી ઉત્પાદક અને ઉપયોગી હોવી જોઈએ. - રાષ્ટ્રપિતા ગાંધીજી 
  • ગાંધીજીની વિચારધારા જીવનકેન્દ્રી અને અનુભવકેન્દ્રી હતી. માટે જ આ કેળવણીને સ્વાવલંબન માટેની કેળવણી પણ કહી શકીએ.

મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ : 

  • બાળવિકાસ બુનિયાદી શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત છે. 
  • બુનિયાદી શિક્ષણનો સામાજિક દૃષ્ટિકોણ સાર્વત્રિકીકરણનો સિદ્ધાંત સ્વીકારે છે. ઈ.સ. 1954 માં કોઠારી શિક્ષણપંચે "કાર્યાનુભવ" નો સ્વીકાર કરી સામાજિક જાગરુક્તાની જરૂરિયાત પર મહોર મારી છે. 

બુનિયાદી શિક્ષણના સિદ્ધાંત

  • સાત વર્ષનું મફ્ત અને ફરજિયાત શિક્ષણ 
  • માતૃભાષા દ્વારા શિક્ષણ 

ઉદ્યોગ દ્વારા શિક્ષણ 

ઉધોગ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત બુનિયાદી શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે. ગાંધીજીએ સૂચવેલ ઉઘોગોની યાદી :
1) રૂ, ઊન અને રેશમની બધી ક્રિયાઓ 
2) ભરત, સીવણ 
3) કાગળની બનાવટ 
4) ચોપડીઓ બાંધવી  
5) સુથારી કામ 
6) રમકડાં બનાવવાં 
7) ગોળ બનાવવો 
8) દંતમંજન બનાવવું 

સમવાયી શિક્ષણ : 

ઉધોગની વાત કરીએ એટલે સમવાચી વાત કરવી ઘટે, કારણ ઉદ્યોગકેન્દ્રી સમવાયી શિક્ષણ એ બુનિયાદી શિક્ષણનું હાર્દ છે. 

સ્વાવલંબનનું શિક્ષણ : 

મેકોલે શિક્ષણ પદ્ધતિનો ઇતિહાસ 
  • ઈ.સ. 1600 માં ઇંગ્લેન્ડના કેટલાક વેપારીઓએ ભેગા થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી 
  • ઈ.સ. 1894 માં લોર્ડ મેકોલે ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદા સભ્ય બની ભારત આવ્યા. 
  • ઈ.સ. 1835 માં તેમણે પોતાનું વિવરણપત્ર ગવર્નર જનરલની કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યું.


બુનિયાદી શિક્ષણ મેકોલે શિક્ષણ
ભારતીય સંસ્કૃતિના આધારે રચના થઈ હતી. અંગ્રેજી સંસ્કૃતિના સમર્થકો ઊભા કરવાના હેતુથી થઈ હતી.
બુનિયાદી શિક્ષણના પ્રણેતા ગાંધીજી હતા. મેકોલે ઉપરાંત મિશનરી સંસ્થાઓ ગવર્નર કાઉન્સિલના સભ્યોના આધારે હતું
બુનિયાદી શિક્ષણનું માધ્યમ માતૃભાષા છે. પાશ્ચાત્ય ભાષાનો સ્વીકાર અને માતૃભાષાની અવગણના કરી.
માનવબાળના સર્વાંગી વિકાસને ધ્યાન પર રાખેલ. માત્ર અંગ્રેજી વલણવાળા ‘બાબુ’ વર્ગને પેદા કરવાની વિચારધારા
સમાજના બધા વર્ગ માટે હતું. માત્ર ઉચ્ચ વર્ગ માટે હતું.
જીવનલક્ષી બાબતોને વધુ મહત્ત્વ આપે.  આર્થિક ઉપાર્જન બાબતોને સ્પર્શે.
બુનિયાદી શિક્ષણ બાદ વિધાર્થી શ્રમ કરતો થાય છે, સ્વાવલંબી બને છે. મેકોલે શિક્ષણ બાદ વિદ્યાર્થીને શ્રમ પ્રત્યે સૂગ જન્મે છે. પરાવલંબી બને છે.

1 comment

  1. ખૂબ જ સરસ સમજણ બુનિયાદી અને મેકોલે શિક્ષણ ની આપવામાં આવી છે.
Please do not enter any spam link in the comment box.